મોરબી : મોરબી શહેરના વજેપર વિસ્તારમાં મકાનની છત ભરવાના કામ દરમિયાન સેન્ટ્રીંગના પતરા પર ચડી લોખંડના સળિયા વળવાનું કામ કરતા સમયે સળિયા વાળવાની ડાક છટકી જતા વૃદ્ધ ઉપરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના વજેપર શેરી નંબર-7માં ભરતભાઈ દિલીપભાઈ ડાભીના મકાનમાં છતનું કામ ચાલી રહ્યું હોય અહીં કામ કરી રહેલા ગુલામરસુલભાઇ હારૂનભાઇ માલાણી છત પર ગોઠવેલા પતરા પર લોખંડના સળિયા વાળવા માટે ડાકથી કામ કરતા હતા ત્યારે ડાક છટકી જતા ગુલામરસુલભાઇ હારૂનભાઇ માલાણી ઉંચાઈ પરથી નીચે પટકાતા શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.