મોરબી તાલુકા પોલીસે રોકડ રૂ. 31050નો મુદ્દામાલ જપ્ત કર્યોમોરબી અપડેટ: મોરબી તાલુકાના ભડીયાદ ગામે રામાપીરના ઢોરા પાસે આવેલા રામદેવપીરના મંદિરની પાછળની શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા 5 શખ્સોને મોરબી તાલુકા પોલીસે રોકડ રકમ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમના માર્ગદર્શન અનુસાર સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભડીયાદ ગામે રામદેવપીરના મંદિરની પાછળની શેરીમાં જુગાર અંગેની રેડ કરતા 5 શખ્સો સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા રંગેહાથ પકડાઈ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 31050 ની રોકડ રકમનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.પકડાયેલ આરોપીઓના નામ:● હિતેશભાઈ અતુલભાઈ ત્રિવેદી (ઉ.વ. 28, રહે. ભડીયાદ કાંટે વિદ્યાનગર, તા.જી. મોરબી)● રસીકભાઈ ભીખાભાઈ ઘોળકીયા (ઉ.વ. 56, રહે. ભડીયાદ કાંટે વિદ્યાનગર, તા.જી. મોરબી)● હસમુખભાઈ અતુલભાઈ ત્રિવેદી (ઉ.વ. 21, રહે. ભડીયાદ કાંટે વિદ્યાનગર, તા.જી. મોરબી)● સંતોષભાઈ મેરાભાઈ ઇટોદરા (ઉ.વ. 26, રહે. રામાદેવપીર ઢોળા પાસે રામદેવનગર ભડીયાદ, તા.જી. મોરબી)● જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભાઈ પંચાણજી ઝાલા (ઉ.વ. 36, રહે. રામદેવનગર ભડીયાદ, તા.જી. મોરબી)આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા તથા પો.સ.ઇ. સી.એસ. સોંદરવા અને સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiPolice #CrimeNews #GujaratPolice #GamblingRaid