મોરબી તાલુકા પોલીસે રોકડ રૂ. 14,500 નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યોમોરબી: મોરબી તાલુકાના રંગપર ગામે ઝાપા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા 4 શખ્સોને મોરબી તાલુકા પોલીસે ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના અને માર્ગદર્શન અનુસાર સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે રંગપર ગામે ઝાપા પાસે રેડ કરતા સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 4 શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ. 14,500 નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલા આરોપીઓના નામ:● જગદીશભાઈ મોતીભાઈ નયા (ઉ.વ. 40, રહે. રંગપર તા.જી.મોરબી)● સાગરભાઈ મોતીભાઈ નયા (ઉ.વ. 32, રહે. રંગપર તા.જી.મોરબી)● ગોવિંદભાઈ છેલાભાઈ ગોંગોરા (ઉ.વ. 45, રહે. રંગપર તા.જી.મોરબી)● સુરેશભાઈ રમેશભાઈ કાગથરા (ઉ.વ. 35, રહે. રંગપર તા.જી.મોરબી)કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા તથા પી.એસ.આઈ. સી.એસ. સોંદરવા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #CrimeNews #GujaratPolice #GamblingRaid #Rangpar