મોરબી અપડેટ: મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે મોરબી-2 વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી જુગાર રમતા 3 શખ્સોને ઝડપી પાડ્યા છે.મળતી માહિતી મુજબ, મોરબી-2 સ્થિત લક્ષ્મી નારાયણ સોસાયટીમાં આવેલા સાઇ સ્મીત એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટ નં. 304 માં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે રેઇડ કરી હતી. આ દરોડા દરમિયાન ફ્લેટમાંથી ગંજીપાના વડે જુગાર રમતા કુલ 3આરોપીઓ ઝડપી લઈ રૂ. 46,800 ની રોકડ કબ્જે કરી છે.પકડાયેલા આરોપીઓ: • બચુભાઇ સાદુરભાઇ ઠાકોર (રહે. કોબા સર્કલ, અડાલજ રોડ, તા.જી. ગાંધીનગર) • શંકરજી મેધાજી ઠાકોર (રહે. કોબા સર્કલ, અડાલજ રોડ, તા.જી. ગાંધીનગર) • નાગજીભાઇ રામાભાઇ ઠાકોર (રહે. અવંતિકા ફાર્મ, નભોઇ કોબા, તા.જી. ગાંધીનગર)પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયા, પો. સબ. ઇન્સ. વી.એલ. વાઘેલા તથા બી-ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો.#Morbi #MorbiNews #MorbiUpdate #MorbiPolice #GamblingRaid #CrimeNews #GujaratPolice #ActionByPolice