જોગ યુવા ગ્રુપના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો; ત્યારબાદ પ્રસાદ વિતરણમોરબી અપડેટ : ઘુંટુ (હનુમાન ધાર) સ્થિત ચિત્રકૂટ ધામ બાલા હનુમાન મંદિર ખાતે તાજેતરમાં અન્નક્ષેત્ર અને ફ્રી ટિફિન સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જોગ બાપુની 50મી નિર્વાણતિથિ નિમિત્તે આ સેવાકીય કાર્યની શરૂઆત કરવામાં આવી છે. આ પવિત્ર અવસરે પર્યાવરણના જતન માટે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.તારીખ 22/08/2026 ને શનિવારના રોજ સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે મંદિરની આયોજન સમિતિ અને પ્રવીણભાઈ ઠાકર દ્વારા અગાઉથી જ જોગ યુવા ગ્રુપને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે અગાઉ વિતરણ કરાયેલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.વૃક્ષારોપણની કામગીરી પૂર્ણ થયા બાદ સવારે 11 વાગ્યે તમામ ઉપસ્થિત લોકો માટે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં જોગ યુવા ગ્રુપના તમામ મેમ્બર્સે પધારીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.#Morbi #MorbiUpdate #Ghuntu #BalaHanumanTemple #TreePlantation #JogBapu #Annakshetra #MorbiNews #SocialWork #GujaratNews