સનાળા-રાજપર ચેકપોસ્ટ પાસે ટ્રકની કમાન તૂટી અને મચ્છુ-3 બ્રિજ પર કાર અકસ્માત નડ્યો: ટ્રાફિક પોલીસે વાહનો સાઈડમાં કરાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યોમોરબી અપડેટ : મોરબી બાયપાસ અને નેશનલ હાઇવે પર આજે સવારના સમયે બે અલગ-અલગ સ્થળોએ ટ્રાફિક જામ થયો હતો. આ ટ્રાફિક જામ વાહન બંધ પડવા અને અકસ્માત સર્જાવાના કારણે થયો હતો, જોકે ટ્રાફિક પોલીસની તાત્કાલિક કામગીરીથી વાહનવ્યવહાર સામાન્ય થઈ ગયો છે.વિગત મુજબ રાજપર ચોકડી પર એક ટ્રકની કમાન અચાનક તૂટી જતાં ટ્રક રસ્તા વચ્ચે બંધ પડી ગયો હતો, જેના લીધે પાછળ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જ્યારે હાઇવે પર મચ્છુ ડેમ-3 ના બ્રિજ ઉપર કારનો અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ બ્રિજ પર વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો.આ બંને બનાવોને કારણે સવારના સમયે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર (ટ્રાફિક) ના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને અકસ્માતગ્રસ્ત કાર અને બંધ પડેલા ટ્રકને સાઇડમાં કરાવ્યા હતા અને વાહનવ્યવહાર રેગ્યુલર કરાવ્યો હતો.#Morbi #MorbiUpdate #TrafficJam #MorbiTraffic #TrafficAlert #NationalHighway #MachhuBridge #MorbiPolice #TrafficUpdate #MorbiNews