દાતા પંડ્યા પરિવારના સહયોગથી વડીલોએ રફાળેશ્વર, જડેશ્વર, ભંગેશ્વર અને ભીમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવીમોરબી અપડેટ : પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ, રાજકોટ દ્વારા સંચાલિત મોરબી વૃદ્ધાશ્રમના માવતરોને દાતાના સહયોગથી શિવાલયોની યાત્રા કરાવવામાં આવી હતી અને ભોજન પ્રસાદ ગ્રહણ કરાવાયો હતો.દાતા રાજેન્દ્રભાઈ પ્રભાશંકર પંડ્યા, વર્ષાબેન રાજેન્દ્રભાઈ પંડ્યા, સૌરભભાઈ રાજેન્દ્રભાઈ પંડ્યા અને મૌલિકભાઈ રાજેન્દ્રભાઈ પંડ્યાના સહયોગથી મોરબી વૃદ્ધાશ્રમના વડીલો માટે આ શિવ યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન વૃદ્ધાશ્રમના માવતરોને રફાળેશ્વર, જડેશ્વર, ભંગેશ્વર અને ભીમનાથ મહાદેવના દર્શન કરાવવામાં આવ્યા હતા.મહાદેવના દર્શન બાદ તમામ વડીલોએ મિષ્ટાન સાથે ભોજન પ્રસાદ લીધો હતો. શ્રાવણ માસમાં ભોળાનાથના દર્શન અને આશીર્વાદ મળતા તમામ વડીલો ખૂબ જ આનંદિત અને ભાવવિભોર થઈ ગયા હતા. આ યાત્રાના આયોજન અને સંચાલનમાં મોરબી વૃદ્ધાશ્રમના વ્યવસ્થાપક મેનેજર કિરણબા વાઘેલા, કિરણભાઈ જોશી અને હેતલબેન મહેતાએ વિશેષ જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiNews #Vrudhashram #ShravanMas #MahadevDarshan #SocialWork #MorbiUpdates