10 કિલોમીટરની સ્પર્ધામાં 35 કોલેજોના 125 જેટલા ખેલાડીઓએ દોડ લગાવી: વિવિધ કેટેગરીમાં વિજેતાઓને ટ્રોફી અને મેડલ એનાયતવાંકાનેર (મોરબી અપડેટ) : એચ. એન. દોશી આર્ટસ એન્ડ આર. એન. દોશી કોમર્સ કોલેજ, વાંકાનેર ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના વર્ષ 2026-27 ના રમતગમત કેલેન્ડર અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી રેસ (ભાઈઓ/બહેનો) 10 કિલોમીટર સ્પર્ધાનું તા. 17/08/2026 ને સોમવારના રોજ રાજગુરુ નાગાબાવાના મંદિરથી સ્વયંભૂ જડેશ્વર દાદાના મંદિર સુધી સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.સ્પર્ધાના ઉદ્ઘાટન સમારંભમાં વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયા, દોશી કોલેજના આચાર્ય ડૉ. વાય. એમ. ચુડાસમા, જડેશ્વર મંદિરના લઘુ મહંત જીતેન્દ્રભાઈ ત્રિવેદી, મંદિરના ટ્રસ્ટી કિશોરસિંહ ઝાલા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના ડૉ. હરીશ બી. રાબા, ઓબ્ઝર્વર ડૉ. સંદીપભાઈ વાળા તથા ઇવેન્ટના આયોજક ડૉ. યોગેશ એ. ચાવડા અને ડૉ. શૈલેષભાઈ આર. લાવડીયા ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં શિલ્ડ અને મેડલ વિતરણનું સંચાલન ડૉ. અતુલભાઈ વોરા અને ડૉ. મયુરભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે ખેલાડીઓના ડોક્યુમેન્ટની જવાબદારી ડો. જીગરભાઈ નૈયા, ખ્યાતીબેન ત્રિવેદી, ડૉ. કોમલબેન કાલીયા, ભક્તિબેન ખરવડ, મહેકબેન અને રહેવાની વ્યવસ્થા હેતલબેન તથા એકતાબેન દ્વારા સંભાળવામાં આવી હતી.ઉદ્ઘાટન પ્રસંગે મહાનુભાવોએ ઉપસ્થિત ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા, રમતની ભાવના જાળવવા તેમજ શિસ્ત, નેતૃત્વ અને ટીમભાવના જેવા ગુણોને જીવનમાં ઉતારવા માટે પ્રેરણા આપી હતી. સ્પર્ધાનું સમગ્ર સંચાલન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નિયુક્ત ઓબ્ઝર્વર ડૉ. સંદીપભાઈ વાળાની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.આ આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી રેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની ભાઈઓની 18 ટીમોના અંદાજે 62 ખેલાડીઓ તથા બહેનોની 17 ટીમોના અંદાજે 63 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આમ, કુલ અંદાજે 125 ખેલાડીઓએ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની રમત પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. સમગ્ર સ્પર્ધા દરમિયાન ખેલાડીઓએ રમતિયાળ ભાવના, શિસ્ત અને ઉચ્ચ કક્ષાનું રમતકૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું.સ્પર્ધાના પરિણામો ભાઈઓનું વ્યક્તિગત પરિણામ* પ્રથમ ક્રમ: સાપરા અમિત વી. – જે. જે. કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ, રાજકોટ* દ્વિતીય ક્રમ: પરાલિયા બુધાભાઈ એ. – સખીદા આર્ટસ કોલેજ, લીંબડી* તૃતીય ક્રમ: સોલંકી રોહિત ટી. – સરકારી આર્ટ્સ કોલેજ, જામનગરભાઈઓમાં ચેમ્પિયનશિપ* ચેમ્પિયન: સરકારી કોલેજ, જાફરાબાદ* રનર્સ અપ: એસ.એસ.પી. જૈન કોલેજ, ધ્રાંગધ્રા* પ્રથમ રનર્સ અપ: ડી.કે.વી. કોલેજ, જામનગરબહેનોનું વ્યક્તિગત પરિણામ* પ્રથમ ક્રમ: કટેશીયા અસ્મિતા – ઝવેરચંદ મેઘાણી કોલેજ, ચોટીલા* દ્વિતીય ક્રમ: ઓળકિયા માનસી – એમ. વી. એમ. આર્ટસ કોલેજ, રાજકોટ* તૃતીય ક્રમ: બાવળીયા ટિશા – એમ. વી. એમ. આર્ટસ કોલેજ, રાજકોટબહેનોમાં ચેમ્પિયનશિપ* ચેમ્પિયન: એમ. વી. એમ. આર્ટસ કોલેજ, રાજકોટ* રનર્સ અપ: એસ.એસ.પી. જૈન કોલેજ, ધ્રાંગધ્રા* પ્રથમ રનર્સ અપ: એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગરઅંતમાં વિવિધ કેટેગરીમાં વિજેતા ખેલાડીઓ તથા ટીમોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર સ્પર્ધાનું આયોજન દોશી કોલેજના ટ્રસ્ટી વિરેન્દ્રભાઈ દોશી, ચિરાગભાઈ શેઠ અને આચાર્ય ડૉ. વાય. એમ. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ગેમના આયોજક ડૉ. વાય. એ. ચાવડા, આયોજનની જુદી જુદી સમિતિ, કોલેજ સ્ટાફ, રમત અધિકારીઓ, વિદ્યાર્થી સ્વયંસેવકો તેમજ જુના વિદ્યાર્થીઓના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.#Wankaner #SaurashtraUniversity #CrossCountryRace #SportsNews #MorbiUpdate #DoshiCollege #Athletics #Rajkot #MorbiNews