ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે બહુમાન: વૃક્ષ સંરક્ષણ, કિચન ગાર્ડનિંગ અને પ્રકૃતિ સંવર્ધનની પ્રશંસનીય સેવાઓ બદલ સન્માનિત કરાયામોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત વન મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત મોરબીના જાણીતા પર્યાવરણ પ્રેમી, વૃક્ષ પ્રેમી અને મયુર નેચર ક્લબના સભ્ય જીતુભાઈ ઠક્કરનું પ્રકૃતિ સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.જીતુભાઈ ઠક્કર દ્વારા લોકો સમક્ષ વિવિધ વનસ્પતિઓની ઓળખ પ્રસ્તુત કરવા, અલભ્ય વૃક્ષો વિશે લોકજાગૃતિ લાવવા તેમજ વૃક્ષોનું જતન અને સંવર્ધન કરવા જેવા મહત્વપૂર્ણ સેવાકાર્યો કરવામાં આવે છે. આ ઉપરાંત તેઓ મહિલાઓને ઘરઆંગણે કિચન ગાર્ડનિંગ કઈ રીતે કરવું તેનું ઉપયોગી માર્ગદર્શન આપીને પ્રકૃતિ બચાવવાની મુહિમમાં લોકભાગીદારી વધારવા સતત કાર્યરત છે, જેને ધ્યાને લઈને આ સન્માન કરાયું હતું.#Morbi #MorbiUpdate #VanMahotsav #JitubhaiThakkar #MayurNatureClub #DurlabhjibhaiDethariya #EnvironmentProtection #TreePlantation #KitchenGardening #NatureConservation #MorbiNews #GujaratNews