ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડીશન્સ કોડ-2020 અંગે અપાયું માર્ગદર્શન: કાર્યસ્થળે શ્રમિકોની સુરક્ષા અને પર્યાવરણ જાળવણી પર અપાયો વિશેષ ભારમોરબી અપડેટ : મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને સિરામિક મેન્યુફેક્ચર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સિરામિક એસોસિએશન હોલ ખાતે 'ધી ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડીશન્સ કોડ, 2020' અંતર્ગત સલામતી સંબંધિત જોગવાઈઓ અને કાર્યસ્થળે સુરક્ષાની આધુનિક પદ્ધતિઓ અંગે એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે મોરબીના ઉદ્યોગો લાખો લોકોને રોજગારી પૂરી પાડી રાજ્ય અને દેશનું ગૌરવ વધારી રહ્યા છે અને લાખો લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે. ત્યારે ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકો અને સ્ટાફની સલામતી પ્રાથમિક જરૂરિયાત છે, જેથી કાર્યસ્થળે સંપૂર્ણ સુરક્ષા જળવાય તે માટે સતત તકેદારી રાખવી જરૂરી છે. આ સાથે તેમણે પર્યાવરણની જાળવણી માટે કારખાના આસપાસ વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા ઉદ્યોગકારોને આહવાન કર્યું હતું.જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ઔદ્યોગિક સલામતીનું મહત્વ સમજાવતા વર્ષ 1984 ની ભોપાલ ગેસ દુર્ઘટનાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે મોરબી જેવા વિશાળ ઔદ્યોગિક હબમાં સલામતીના તમામ ધોરણોનું ચુસ્તપણે પાલન થવું અનિવાર્ય છે. સેમિનારમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ (DISH) ના નિયામક પી.એમ. શાહ, રાજકોટ રીજીયનના સંયુક્ત નિયામક એચ.એસ. પટેલ, IIT દિલ્હીના આસિસ્ટન્ટ પ્રોફેસર સૂર્યનારાયણ વિક્રાંત કરા તેમજ મોરબીના નાયબ નિયામક જે.એસ. આદેશરા દ્વારા કાર્યસ્થળે સલામતીના નિયમો, નવીન ટેક્નોલોજી અને શ્રમિકોના સ્વાસ્થ્ય કલ્યાણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર સેમિનાર 'સલામત કાર્યસ્થળ – સુરક્ષિત શ્રમિક – સમૃદ્ધ ઉદ્યોગ' ના સંકલ્પ સાથે યોજાયો હતો.#Morbi #MorbiUpdate #SafetySeminar #KantibhaiAmrutiya #CeramicAssociation #IndustrialSafety #DISHGujarat #CollectorMorbi #MorbiIndustry #MorbiNews