જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા તા.10થી 11 સપ્ટેમ્બર સુધી મેળાનું આયોજન : અગાઉ હરાજી થઈ પરંતુ આસામીએ નિયત સમયમાં રકમ જમા ન કરાવતા તેને રદ જાહેર કરાઈમોરબી અપડેટ : જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા આગામી તારીખ 10/09/2026 (ગુરુવાર) અને 11/09/2026 (શુક્રવાર) એમ 2 દિવસ માટે રફાળેશ્વર પૌરાણિક મેળા 2026 નું આયોજન કરવામાં આવનાર છે. આ મેળા માટે ગત તારીખ 18/08/2026 ના રોજ રફાળેશ્વર મેળા ગ્રાઉન્ડ ખાતે જાહેર હરરાજી યોજાઈ હતી. જેમાં સૌથી ઊંચી બોલી લગાવનાર આસામી દ્વારા 33,10,000/- રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. પરંતુ, આસામી દ્વારા નિયત સમયમર્યાદા એટલે કે 2 દિવસમાં હરરાજીની રકમ જમા કરાવવામાં આવી ન હતી. આ કારણોસર જાંબુડીયા ગ્રામ પંચાયત સમિતિ દ્વારા તાત્કાલિક અસરથી તેમને મેળો યોજવા આપેલ અભિપ્રાય રદ કરવામાં આવ્યો છે અને તેમની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી છે.જૂની પ્રક્રિયા રદ થતાં, હવે ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે નવી હરરાજીનું આયોજન આગામી તારીખ 25/08/2026 (મંગળવાર) ના રોજ સવારે 11:00 કલાકે રફાળેશ્વર મેળા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. પંચાયત દ્વારા રસ ધરાવતા તમામ આસામીઓને આ નવી જાહેર હરરાજીમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.આ સાથે ખાસ નોંધ લેવી કે હરરાજીમાં મેળો રાખવામાં રસ ધરાવતા આસામીએ ફરજિયાતપણે પોતાનું આધારકાર્ડ સાથે લાવવાનું રહેશે, તથા હરરાજીની રકમ તાત્કાલિક ધોરણે 2 દિવસમાં જાંબુડીયા ગ્રામ પંચાયતને ચેકથી જમા કરાવવાની રહેશે. તેમ જાંબુડીયા ગ્રામ પંચાયતની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #RafaleshwarMela #JambudiyaGramPanchayat #MelaAuction #Rafaleshwar #Mela2026 #MorbiNews #GujaratNews