મોરબી: વસંતભાઈ દેવશીભાઈ રાજા (ઉંમર વર્ષ 82) તેઓ સ્વ. દેવશીભાઈ રાજાના પુત્ર, સ્વ. દેવકરણભાઇ, સ્વ. ગોરધનભાઈ, સ્વ. લાલજીભાઈ, સ્વ. ધીરજલાલભાઈ, ડૉ. કેન્ડી રાજા (વેરાવળ), સ્વ. વિનોદરાય અને સ્વ. મંજુલાબેન ભોજાણીના ભાઈ તથા સ્વ. રાહુલભાઈ, ભાવિક અને દર્શનાબેન બિરેનકુમારના પિતા, આર્યન અને હિયાના દાદા તેમજ સ્વ. બાબુલાલ પ્રેમચંદ ઠક્કર(હળવદ) ના જમાઈનું તારીખ 22/08/2026 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું અને સસરા પક્ષની સાદડી તારીખ 24/08/2026 ને સોમવારના રોજ સાંજે 4:30 થી 06 વાગ્યા સુધી રંગીલી હાઇટ્સ, ગુ. હા. બોર્ડ, કટારિયા ચોકડી પાછળ, કમલેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખેલ છે.