સત્યેશ્વર મહાદેવ મંદિરે ગરબાના તાલે ઝૂમશે ભક્તોમોરબી અપડેટ : શ્રાવણ માસના પવિત્ર દિવસો નિમિત્તે મોરબીમાં ભક્તિ અને સંસ્કૃતિના સંગમ સમાન 'મહાદેવ મહોત્સવ - ગરબા નાઈટ'નું ભવ્ય આયોજન 'રમઝટ ગરબા ધમાલ' તથા 'વૃંદાવન દાંડિયા ક્લાસ' દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.આ ભક્તિમય ગરબા મહોત્સવ આગામી તારીખ 24/08/2026 ને સોમવારના રોજ રાત્રે 8:30 કલાકે યોજાશે. આ કાર્યક્રમ મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં યોજાશે.મહાદેવની આરાધના સાથે પરંપરાગત ગરબાના સૂર-તાલ પર ખેલૈયાઓ અને ભક્તો ઉત્સાહભેર ઝૂમી ઉઠશે. આ મહોત્સવમાં સહભાગી થઈ ધર્મ અને ઉત્સવનો આનંદ માણવા માટે આયોજકો દ્વારા ધર્મપ્રેમી જનતા અને ખેલૈયાઓને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #MahadevMahotsav #GarbaNight #RamzatGarbaDhamal #VrundavanDandiyaClass #SatyeshwarMahadev #UmiyaCircle #ShravanMaas