100 થી 150 ગોળા દોઢ-બે મહિનાથી બંધ હોવાથી અકસ્માત અને ચોરી-લૂંટફાટનો ભય: 15% ટેક્સ લેવા છતાં સુવિધા ન મળતી હોવાનો આક્ષેપમોરબી અપડેટ : મોરબી શહેરના મુખ્ય માર્ગો, બ્રિજ તેમજ વિવિધ રહેણાંક વિસ્તારોમાં છેલ્લા દોઢથી બે મહિનાથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી સર્જાયેલા અંધારપટ મામલે સામાજિક કાર્યકરો દ્વારા મહાનગરપાલિકા કમિશનર, મેયર તેમજ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક લાઈટો ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે.સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશ મેરૂભાઈ રાણેવાડિયા અને મુશાભાઈ બ્લોચ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે નદીના બેઠા પુલ, પાડા પુલ તેમજ મણીમંદિર મેઇન રોડ પર 100 થી 150 જેટલા ગોળા છેલ્લા દોઢ થી 2 મહિનાથી બંધ છે. આ ઉપરાંત પાડાપુલ પર 30 થી 36 લાઈટો, બેઠા પુલની તમામ લાઈટો, લખધીર બાપુના બાવલા પાસે, વીસી ફાટકથી નવલખી ફાટક સુધી, ટાઉનશીપ રોડ, સામાકાંઠે સ્મશાન રોડ, મોરબી-2 જૂની પોસ્ટ ઓફિસ પાસે નઝરબાગથી રેલવે સ્ટેશન, વીસીપરા રોડ, શનાળા રોડ, વાવડી રોડ, લીલાપર રોડ તેમજ લાતી પ્લોટ સહિતના વિસ્તારોમાં અંધારપટ છવાયેલો રહે છે.રજૂઆતમાં વધુમાં આક્ષેપ કરાયો છે કે, મહાનગરપાલિકા દ્વારા પ્રજા પાસેથી 15% જેટલો મોટો ટેક્સ વસૂલવામાં આવે છે છતાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. પુલ ઉપર તેમજ મુખ્ય માર્ગો પર અંધારું રહેવાથી અકસ્માત, ચોરી અને લૂંટફાટ જેવા બનાવો બનવાની ભીતિ સેવાઈ રહી છે. પ્રજાના ટેક્સના નાણાંનો વ્યય અટકાવી તાત્કાલિક ધોરણે તમામ બંધ સ્ટ્રીટ લાઈટો કાર્યરત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #StreetLightIssue #MorbiMahanagarpalika #ManiMandirRoad #PadaPul #BethoPul #CivicIssues #DarknessInMorbi #MorbiNews