જૂના RTO પુલ અને રાજપર ચોકડી પાસે વાહનોની લાંબી કતારો લાગી: ટ્રાફિકનો કાયમી ઉકેલ લાવવા વાહનચાલકોની માંગમોરબી અપડેટ : મોરબી-રાજકોટ હાઇવે પર આજે એકસાથે 2 મહત્વના સ્થળોએ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. હાઈવે પર જૂના RTO પુલ પાસે અને રાજપર ચોકડી પાસે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.વિગત મુજબ, હાઇવે પર આવેલા જૂના RTO પુલ પાસે કોઈ કારણોસર અચાનક ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેના પગલે રોડની બંને બાજુ વાહનોની લાંબી લાઇન લાગી ગઈ હતી. આવી જ રીતે શનાળા ગામથી આગળ આવેલી રાજપર ચોકડી પાસે પણ ટ્રાફિક જામ સર્જાયો હતો. આ જામની અસર બાયપાસ પર એક તરફ ભક્તિનગર સર્કલ સુધી અને બીજી તરફ છેક વિરપર સુધી પહોંચવા આવી હતી.જોકે, બાદમાં ટ્રાફિક ધીમે-ધીમે ક્લિયર થયો હતો. હાઇવે પર અવારનવાર સર્જાતી આ સમસ્યાને ધ્યાને લઈ તંત્ર દ્વારા ટ્રાફિકનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી વાહનચાલકો અને સ્થાનિક નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #TrafficJam #MorbiRajkotHighway #RajparChokdi #OldRTOPul #MorbiTraffic #HighwayTraffic #MorbiNews