પીપળી ધામના મુખી મહારાજ અને હળવદ નકળંગ ધામના દલસુખ મહારાજની હાજરીમાં કોર કમિટીમાં લેવાયો નિર્ણયમોરબી અપડેટ : ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચાર ધારા સંગઠનની કોર કમિટીની તાજેતરમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં સંગઠનના માળખાને વધુ સુદૃઢ કરવા માટે નવી નિમણૂક કરવામાં આવી છે.આ કોર કમિટીની બેઠકમાં ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચાર ધારાના અધ્યક્ષ મુખી મહારાજ (પીપળી ધામ) અને નકળંગ ધામ હળવદના દલસુખ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની પ્રેરક ઉપસ્થિતિમાં સંગઠનના મહામંત્રી તરીકે જામનગરના ગીરીશભાઈ અમેઠીયાની નિમણૂક કરવાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. ગીરીશભાઈ અમેઠીયાને સંગઠન મહામંત્રી જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવતા સમાજના આગેવાનો, સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકરો દ્વારા તેઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.#Gujarat #PrajapatiSamaj #BJPVicharDhara #GirishbhaiAmethiya #Jamnagar #Halvad #NaklangDham #PipliDham #MorbiUpdates #GujaratNews