કોયબા ગામ વળતરથી સહમત હોવાના તંત્રના દાવાનું ખેડૂતોએ કર્યું ખંડનમોરબી અપડેટ : હળવદ તાલુકાના કોયબા ગામમાં ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન અને વીજ પોલ નાખવાની કામગીરીને લઈને ખેડૂતો અને તંત્ર વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. ગઈકાલે કલેકટરની અધ્યક્ષતામાં MRC કમિટીએ કોયબા ગામ માટે વળતર નક્કી કરવાની જાહેરાત કરી હતી. જો કે કોયબા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈને આ વાતને સદંતર ફગાવી દીધી છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની માંગ મુજબનું યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી તેઓ ખેતરોમાં કોઈપણ કામગીરી ચાલુ રહેવા દેશે નહીં.ખેડૂતોના જણાવ્યા અનુસાર, ઉર્જા વિભાગ દ્વારા 4/7/2026 ના રોજ એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ થાંભલાની જગ્યાના બજાર કિંમતના માત્ર 2 ગણા અને તાર નીચેની જગ્યાના 30 ટકા વળતર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. કોયબા ગામના તમામ ખેડૂતો આ પરિપત્ર સાથે અસહમત છે અને તેનો સખત વિરોધ નોંધાવી રહ્યા છે. તંત્ર દ્વારા MRC મીટીંગમાં કોયબાના એક ખેડૂત સહમત હોવાની જે વાત કરવામાં આવી હતી, તેનો પણ ગ્રામજનોએ વિરોધ કરી સ્પષ્ટતા કરી છે કે તે વ્યક્તિનો પોતાનો વ્યક્તિગત મામલો છે, તેઓ ગામમાં રહેતા પણ નથી અને તેમના વ્યક્તિગત નિર્ણય સાથે આખા કોયબા ગામને કોઈ જ લેવાદેવા નથી. ગામનો કોઈ પણ ખેડૂત હાલના પરિપત્ર મુજબ સહી કરવા કે સમાધાન કરવા રાજી નથી.#MorbiUpdate #MorbiNews #Halvad #Koyba #FarmersProtest #ElectricityPole #KisanAndolan #Morbi #GujaratFarmers