મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના નવા કાર્યાલયની 5 મી વર્ષગાંઠ નિમિત્તે 27 ઓગસ્ટના રોજ ટીંબડી પાટિયા ખાતે ભવ્ય આયોજનમોરબી અપડેટ : મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન (MTTA) ના અધ્યતન ટેકનોલોજીથી સજ્જ નવા કાર્યાલયને શરૂ થયે 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ 'પાંચમી વર્ષગાંઠ' ના વિશેષ અવસરે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ખાસ આમંત્રણથી અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની કારોબારી સમિતિની મીટીંગનું આયોજન મોરબી ખાતે કરવામાં આવ્યું છે.આ મહત્વપૂર્ણ મીટીંગ આગામી તારીખ 27-08-2026 ને ગુરુવારના રોજ સવારે 11:00 કલાકે યોજાશે. આ કાર્યક્રમ કંડલા હાઈવે પર ટીંબડી પાટિયા નજીક, ગુરુગોવિંદ ટેલ્કો પાસે આવેલા હરી કોમ્પલેક્ષના બીજે માળ સ્થિત કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો છે.આ બેઠકમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. જેમાં ગુજરાત રાજ્યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પૂર્વ કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ, રાજસ્થાન ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને મોરબી ભાજપ પ્રમુખ હાજરી આપશે. આ ઉપરાંત મોરબીના પ્રતિષ્ઠિત એસોસિએશનના પ્રમુખો, પૂર્વ પ્રમુખો, પૂર્વ ચેરમેન તેમજ સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહેશે.મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પ્રભાતભાઈ એસ. આહિર અને માનદમંત્રી રીચપાલ બીશ્નોઈ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MTTA #TruckTransportAssociation #GujaratTransport #MorbiEvents #TransportAssociationMeeting