વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન નવી રાતીદેવરી ગામે દેવીપુજક વાસ પાછળ આવેલ ચેક ડેમ પાસે ખુલ્લી જગ્યામા દરોડો પાડી આરોપી (1) નરેન્દ્રભાઇ હેમરાજભાઇ વોરા (2) અરવિંદભાઇ મનજીભાઇ વિકાણી (3) પ્રકાશભાઇ વાલજીભાઇ વોરા (4) જયંતિભાઇ વિનુભાઇ સોલંકી (5) અશ્વિનભાઇ મનુભાઇ વિકાણી (6) પવનભાઇ કુવરજીભાઇ વિકાણી (7) રણછોડભાઇ પ્રેમજીભાઇ કુકાવા રહે.તમામ રાતીદેવડી અને આરોપી (8) વિપુલભાઇ ધોધાભાઇ સોલંકી રહે.નાના મૌવા, રાજકોટવાળાઓને રોકડા રૂ.10,220 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.