મોરબી : મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના કંડલા બાયપાસ પર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આવેલ પિતૃકૃપા શોપિંગ મોલના પહેલા માળે આવેલ સ્કાય મુન સ્પામા ચેકીંગ કરતા સ્પા સંચાલક ત્રિલોકભાઇ ઇશોરભાઇ પાલી રહે.લીલાપર રોડ ઇલેક્ટ્રીક સમશાન પાસે ઓમકાર રેસિડેન્સી મોરબી વાળાએ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ સ્પામાં કામ કરતા બે સ્પા વર્કર્સના બાયોડેટા પોલીસ મથકમાં જમા ન કરાવ્યા હોવાનું સામે આવતા જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.