હળવદ : હળવદ -ધ્રાંગધ્રા રોડ પર ગત તા.16 ઓગસ્ટના રોજ રાત્રીના સમયે પોતાનું GJ-13-BM-4787 નંબરનું બાઈક લઈને પસાર થઇ રહેલા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના વતની અને હાલમાં મોરબીના લાલપર પાસે રહેતા શંકરગીરી મોહનગીરી ગોસાઇ ઉ.26ના બાઈક આડે શક્તિનગર પાસે અચાનક ખૂંટિયો આડો ઉતરતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા શંકરગીરીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.