ગુજરાત સત્યાગ્રહ છાવણી કમિટી દ્વારા આયોજન: કેશવેશ્વર મહાદેવ મંદિર ખાતે તાલુકાના તમામ સરપંચો સહિત ખેડૂતોને ઉપસ્થિત રહેવા આહવાનહળવદ (મોરબી અપડેટ) : ગુજરાત સત્યાગ્રહ છાવણી કમિટી દ્વારા ખેડૂતોમાં સંગઠન અને જાગૃતિ કેળવવાના હેતુથી આગામી તા. 23/08/2026, રવિવારના રોજ એક મહત્વપૂર્ણ 'ખેડૂત જાગૃતિ & એકતા મિટિંગ' નું આયોજન કરવામાં આવ્યું છે.આ મિટિંગ મોરબી જિલ્લાના હળવદ તાલુકા સ્થિત જુનાદેવળીયા ગામના કેશવેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંજે 4:00 કલાકે યોજાશે. ખેડૂત એકતાને મજબૂત બનાવવા માટે હળવદ તાલુકાના દરેક ગામના સરપંચો તેમજ સમગ્ર ગુજરાતમાંથી ખેડૂત ભાઈઓ-બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બહારગામથી પધારતા ખેડૂતો માટે પ્રસાદીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. પ્રસાદી વ્યવસ્થાના સુચારુ આયોજન માટે બહાર ગામથી પધારતા ખેડૂતોની સંખ્યા અને ગામનું નામ અગાઉથી વિનુભાઈ (મો. 94260 44990) ને મોકલી આપવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.#Morbi #Halvad #JunaDevaliya #MorbiUpdate #KhedutEkta #GujaratSatyagrahaChhavani #FarmerMeeting #KhedutJagruti #MorbiNews