પોલીસે જાહેરમાં જુગાર રમતા શખ્સો પાસેથી 65,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યોમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં શ્રાવણ માસના તહેવારો પહેલા પોલીસ દ્વારા જુગાર અને દારૂની બદી નાબૂદ કરવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે ટંકારા પોલીસે મિતાણા ડેમ પાસે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને પકડી પાડ્યા છે.ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે મિતાણા-વાલાસણ રોડ પર ડેમની બાજુમાં આવેલ નદી કાંઠે બાવળની ઝાડીમાં કેટલાક શખ્સો ગોળ કુંડાળું કરીને જુગાર રમી રહ્યા છે. પોલીસે ત્યાં દરોડો પાડીને 6 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના 52 પાના અને રોકડા રૂપિયા 65,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે: ● વિપુલભાઈ પુનાભાઈ બાંભવા (ઉ.વ. 32, રહે. મિતાણા) ● બાબુભાઈ રાણાભાઈ સોઢીયા (ઉ.વ. 65, રહે. મિતાણા) ● કિશોરભાઈ બાબુભાઈ દેણપીયા (ઉ.વ. 64, રહે. રાજકોટ, મૂળ મિતાણા) ● સામતભાઈ પાલાભાઈ બાળા (ઉ.વ. 30, રહે. મિતાણા) ● રોહિતભાઈ વાસુરભાઈ બસીયા (ઉ.વ. 38, રહે. મિતાણા) ● સાજીદભાઈ આમદભાઈ ઠેબા (ઉ.વ. 39, રહે. મિતાણા)પકડાયેલા તમામ 6 આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.#MorbiUpdate #Tankara #MorbiPolice #GamblingRaid #MitanaDam #CrimeNews #GujaratPolice