મોરબી મહાનગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ તેજ, ગઈકાલે રવાપર રોડ પર 2000 નો દંડ ફટકારાયો હતોમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા ફરી એકવાર સક્રિય થઈ છે. છેલ્લા થોડા દિવસોથી શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી સઘન બનાવવામાં આવી છે. આજે મોરબીના સામા કાંઠે લાલબાગથી લઈને મહેન્દ્રનગર ગામ સુધીના મુખ્ય માર્ગો પર તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ ઝુંબેશ અંતર્ગત લાલબાગથી મહેન્દ્રનગર સુધીના વિસ્તારમાં ફૂટપાથ અને રોડ પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં અંદાજે 45 જેટલી લારીઓ હટાવવામાં આવી હતી. આ ઉપરાંત, દુકાનદારો દ્વારા દુકાનની બહાર રાખવામાં આવેલી અને દબાણરૂપ હોય તેવી વસ્તુઓ જેવી કે ખાટલા, બોર્ડ સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, દબાણ હટાવ શાખા દ્વારા ગઈકાલે પણ સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. ગઈકાલે મોરબીના રવાપર રોડ પર દબાણો દૂર કરીને 2000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #EncroachmentDrive #MorbiMahanagarpalika #GujaratNews