મોરબી : મોરબી - કચ્છ નેશનલ હાઇવે પર માળીયા મિયાણા નજીક દેવસોલ્ટ પાસે ગઈકાલે બપોરના સમયે પોતાની કાર લઈને પસાર થતા ફરિયાદી દિલીપભાઈ ચંદુલાલ પોપટ ઉ.58 રહે. સાધુ વાસવાણી રોડ, રાજકોટ વાળાની કાર નંબર જીજે - 03 - કેએચ - 7832 નંબરની કારને ટ્રક નંબર જીજે - 36 - વી - 3683 વાળાએ પાછળથી ઠોકર મારતા કારના નુકશાન પહોંચ્યું હતું.અકસ્માતના બનાવ અંગે દિલીપભાઈ પોપટની ફરિયાદના આધારે માળીયા મિયાણા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.