140 વર્ષની જનસેવાની ઉજ્જવળ પરંપરાનો વારસોમોરબી: મોરબીના યુવા અગ્રણી આનંદરાજા (ધર્મરાજસિંહ જાડેજા) આજે 21 ઓગસ્ટના રોજ પોતાનો 36મો જન્મદિવસ મનાવી રહ્યા છે. 21 ઓગસ્ટ 1990ના રોજ જન્મેલા ધર્મરાજસિંહ ઉચ્ચ શિક્ષિત છે અને તેમના પરિવારની 140 વર્ષ જૂની સમાજસેવાની પરંપરાને બખૂબી આગળ વધારી રહ્યા છે.નિર્મા યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ અને આધુનિક વિચારધારા ધરાવાતા ધર્મરાજસિંહ જાડેજાએ નિર્મા યુનિવર્સિટીમાંથી MBA ની ડિગ્રી મેળવેલી છે. આધુનિક શિક્ષણ અને રાજવી સંસ્કારોના સમન્વય સાથે તેઓ મોરબીના સામાજિક અને જાહેર જીવનમાં સતત સક્રિય છે અને યુવા પેઢી માટે એક પ્રેરણારૂપ વ્યક્તિત્વ ધરાવે છે.પરદાદા બેરિસ્ટર હરભમજીરાજ જાડેજાનો ભવ્ય ઇતિહાસ ધર્મરાજસિંહના પરદાદા હરભમજીરાજ જાડેજાનો ઇતિહાસ મોરબી અને સમગ્ર દેશ માટે અત્યંત ગૌરવપૂર્ણ રહ્યો છે. 1 જૂન 1862ના રોજ જન્મેલા હરભમજીરાજે રાજકુમાર કોલેજમાં પ્રારંભિક શિક્ષણ લીધા બાદ ઇંગ્લેન્ડ જઈને 1885માં કેમ્બ્રિજમાંથી બાર-એટ-લો (બેરિસ્ટર) ની પદવી મેળવી હતી. તેમણે ભરતપુર સ્ટેટ અને ઉદયપુર સ્ટેટ સહિત અન્ય રાજ્યોના ગવર્નર તરીકે ઉત્કૃષ્ટ સેવાઓ આપી હતી.શિક્ષણ ક્ષેત્રે 17 સ્થળોએ બોર્ડિંગ અને સામાજિક ક્રાંતિ હરભમજીરાજ જાડેજા માત્ર ઉચ્ચ હોદ્દાઓ પર જ ન રહ્યા, પરંતુ તેમણે એક મહાન સમાજ સુધારક તરીકે મોટું યોગદાન આપ્યું હતું. તેમણે રાજકોટ ખાતે કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા એસોસિએશન અને બોર્ડિંગની સ્થાપના કરી હતી. આ ઉપરાંત 17 જેટલા સ્થળોએ બોર્ડિંગ શરૂ કરાવી સમાજમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી હતી. રાજકોટમાં નિરાશ્રિત ભવન (અનાથાશ્રમ) અને મહાકાલેશ્વર મંદિરની સ્થાપના પણ તેમના દ્વારા જ કરવામાં આવી હતી.પિતા ધ્રુવકુમારસિંહ જાડેજાની અવિરત લોકસેવા ધર્મરાજસિંહના પિતા ધ્રુવકુમારસિંહ જાડેજા પણ જાહેર જીવનમાં હંમેશા અગ્રેસર રહ્યા છે. તેમના લોકસેવાના કાર્યોને કારણે તેમના નામે એક ગામનું નામ પણ પાડવામાં આવ્યું છે. ધ્રુવકુમારસિંહ જાડેજાએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને આરોગ્ય સમિતિના પ્રમુખ તરીકે વર્ષો સુધી લોકોની સેવા કરી છે.છેલ્લા 140 વર્ષથી આ મોભી પરિવાર જાહેર જીવનમાં લોકોની સેવામાં કાર્યરત છે. ત્યારે આજે 36 વર્ષ પૂર્ણ કરી રહેલા ધર્મરાજસિંહ જાડેજા (આનંદરાજા) આ ભવ્ય વારસાને વધુ ઊંચાઈ પર લઈ જાય અને દીર્ઘાયુ પ્રાપ્ત કરે તેવી તેમના જન્મદિવસ નિમિત્તે મોરબીની જનતા, મિત્ર વર્તુળ અને શુભેચ્છકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.