ગુજકોસ્ટ દ્વારા બંને તેજસ્વી છાત્રાઓને ટેબલેટ આપી સન્માનિત કરાઈ; ટ્રસ્ટીઓ અને શાળા પરિવારે પાઠવ્યા હાર્દિક અભિનંદનટંકારા (મોરબી અપડેટ): ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગર દ્વારા તાજેતરમાં રાજ્ય સ્તરીય સ્ટેમ ક્વિઝ 4.0 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી સમગ્ર જિલ્લા અને શાળાનું ગૌરવ વધાર્યું છે.આ સ્પર્ધામાં ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની દુદકીયા કૃપાબેન રાજેશભાઈ અને કલરીયા માધવીબેન કાંતિભાઈએ પોતાની બુદ્ધિપ્રતિભાનો પરિચય આપીને સમગ્ર રાજ્યમાં ટોપ 20માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિદ્યાર્થીઓની રુચિ વધે તેવા ઉમદા હેતુથી આયોજિત આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ ગુજકોસ્ટ દ્વારા આ બંને વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહક ઇનામ તરીકે ટેબલેટ અર્પણ કરવામાં આવ્યા છે.વિદ્યાર્થિનીઓની આ ઝળહળતી સિદ્ધિ બદલ ઓરપેટ કન્યા વિદ્યાલયના ટ્રસ્ટીઓ તેમજ સમગ્ર શાળા પરિવારે ભારે ગૌરવની લાગણી અનુભવી છે અને બંને વિદ્યાર્થિનીઓને તેમની આ સફળતા તથા ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #EducationNews #STEMQuiz #GUJCOST #OrpatKanyaVidyalaya #Top20 #ProudMoment #GujaratEducation