ગ્રાહક સુરક્ષા અગ્રણીઓની કાનૂની નોટિસ બાદ કોર્ટ કેસ પહેલાં જ બેંક ઝૂકીમોરબી અપડેટ : મોરબીની એક અગ્રણી ખાનગી બેંક દ્વારા IPO અરજી પ્રક્રિયામાં દાખવવામાં આવેલી બેદરકારી સામે શિક્ષક રવિભાઈ રાજાની સતત લડત અને કાયદાકીય રજૂઆત રંગ લાવી છે. ગ્રાહક સુરક્ષા ક્ષેત્રના અગ્રણીઓ તેમજ વકીલની ધારદાર કાનૂની નોટિસ બાદ કોર્ટમાં કેસ દાખલ થાય તે પૂર્વે જ બેંકે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ રવિભાઈ રાજાને ₹50,000/- નું નાણાકીય વળતર ચૂકવ્યું છે.મળતી વિગતો મુજબ, શિક્ષક રવિભાઈ રાજાએ સંબંધિત ખાનગી બેંકમાં IPO માટે સમયસર અરજી રજૂ કરી હતી, પરંતુ બેંક તંત્રની બેદરકારીના કારણે અરજી યોગ્ય સમયે પ્રોસેસ થઈ શકી નહોતી, જેના પરિણામે તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. બેંક તરફથી શરૂઆતમાં સંતોષકારક ઉકેલ ન મળતાં તેમણે હાર માન્યા વગર બેંકના HR વિભાગ તેમજ ઉચ્ચ અધિકારીઓને આશરે 30 જેટલા ઈ-મેઇલ કરીને સતત ફોલોઅપ લીધું હતું અને યોગ્ય ન્યાય તથા વળતરની માંગણી દોહરાવી હતી.આ લડતમાં ગ્રાહક સુરક્ષા અંગે મોરબીના લાલજીભાઈ મહેતા અને રામભાઈ મહેતાનું યોગ્ય માર્ગદર્શન મળ્યું હતું. ત્યારબાદ લાલજીભાઈ મહેતા તેમજ એડવોકેટ આશિષભાઈ મુલીયા દ્વારા બેંકને કાયદાકીય નોટિસ પાઠવવામાં આવી હતી. કાનૂની નોટિસ બાદ કોર્ટ કાર્યવાહી થાય તે પહેલાં જ બેંક દ્વારા સમાધાન કરી ₹50,000 નું વળતર ચૂકવી દેવાયું હતું.આ સફળતા બાદ શિક્ષક રવિભાઈ રાજાએ લાલજીભાઈ મહેતા, રામભાઈ મહેતા અને વકીલ આશિષભાઈ મુલીયાનો આભાર માનતા જણાવ્યું હતું કે, બેંકિંગ કે નાણાકીય સેવાઓમાં કોઈ ક્ષતિ કે નુકસાન થાય ત્યારે ગ્રાહકોએ નિરાશ થયા વિના પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહી કાયદેસર અને શાંતિપૂર્ણ રીતે લડત આપવી જોઈએ.#Morbi #MorbiUpdate #ConsumerRights #IPOBankIssue #BankNegligence #Compensation #RavibhaiRaja #LaljibhaiMehta #RambhaiMehta #AshishbhaiMuliya #LegalNotice #ConsumerProtection #MorbiNews #GujaratNews