ધર્મેન્દ્રભાઈ કાવઠીયા અધ્યક્ષ અને અમરીશભાઈ વ્યાસની મંત્રી તરીકે વરણી: આગામી 3 વર્ષ માટે નવી કાર્યકારિણીની રચનામોરબી અપડેટ : 'રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક, શિક્ષક કે હિત મેં સમાજ' ના ધ્યેય સૂત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હંમેશા શિક્ષક અને બાળકના હિતના પ્રશ્નો ઉજાગર કરી તેના યોગ્ય ઉકેલ માટે સતત કાર્યરત સંગઠન છે. આ સંગઠનની પરંપરા મુજબ સમયાંતરે જવાબદારીઓ બદલાતી રહે છે. જે અંતર્ગત મોરબી તાલુકા શૈક્ષિક મહાસંઘની નવી કાર્યકારિણીની રચના કરવામાં આવી છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિપુલભાઈ અઘારા, પ્રાંત સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, જિલ્લા અધ્યક્ષ કિરણભાઈ કાચરોલા, વરિષ્ઠ ઉપાધ્યક્ષ સંદિપભાઈ આદ્રોજા તેમજ તાલુકા અને જિલ્લાના તમામ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આગામી 3 વર્ષ માટે મોરબી તાલુકા શૈક્ષિક મહાસંઘની નવી ટીમની ઘોષણા દિનેશભાઈ વડસોલા દ્વારા કરવામાં આવી હતી.નવી કાર્યકારિણીમાં સોંપાયેલી જવાબદારીઓ* અધ્યક્ષ: ધર્મેન્દ્રભાઈ કાવઠીયા* મંત્રી: અમરીશભાઈ વ્યાસ* સંગઠન મંત્રી: સંદીપભાઈ લોરીયા* વરિષ્ઠ ઉપાધ્યક્ષ: ધીરુભાઈ પરમાર* ઉપાધ્યક્ષ: જીગ્નેશભાઈ રાબડીયા, કલ્પેશભાઈ સરડવા, સંજયભાઈ ગઢવી, કિશોરભાઈ ઠેસીયા* સહમંત્રી: પૈહારી રામાવત* મહિલા ઉપાધ્યક્ષ: ડિમ્પલબેન ગઢવી* મહિલા મંત્રી: ચેતનાબેન મોરડીયા* કોષાધ્યક્ષ: કૌશિકભાઈ શેરસીયા* આંતરિક ઓડિટર: દિલીપભાઈ સદાતીયાનવનિયુક્ત ટીમને સંગઠનના હોદ્દેદારો અને શિક્ષકો દ્વારા આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.#Morbi #ABRSM #TeachersUnion #MorbiUpdate #EducationNews #MorbiNews #TeachersOfGujarat