રાણેકપર અને કોયબા ગામના ખેડૂતોને અગાઉ કરતા વળતરમાં 5.40 ગણો વધારો થયો હોવાનો વહીવટી તંત્રનો દાવોમોરબી અપડેટ: એક તરફ અનેક ગામોમાં વીજલાઈન વળતર સામે વિરોધનો સુર યથાવત છે. તેવામાં મોરબી જિલ્લામાં MRC કમિટીએ વધુ બે ગામો માટે વીજલાઈનથી અસરગ્રસ્ત ખેડૂતો માટે વળતર જાહેર કર્યું છે. જેમાં ખેડૂતોને મળવાપાત્ર રકમમાં જૂના ભાવની સરખામણીમાં 5.40 ગણો વધારો થયો હોવાનો તંત્રએ દાવો કર્યો છે.વહીવટી તંત્રના જાહેર કર્યા મુજબ રાણેકપર અને કોયબા ગામના વીજલાઈન અસરગ્રસ્ત ખેડૂતોને ચૂકવવામાં આવતા વળતરના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. અગાઉ ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર 979 રૂપિયા લેખે વળતર ચૂકવવામાં આવતું હતું. હવે MRC કમિટી દ્વારા નવો ભાવ પ્રતિ ચોરસ મીટર 2250 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ ખેડૂતોને આ નવા ભાવના ડબલ ગણીને રકમ ચૂકવવામાં આવશે.વહીવટીતંત્ર દ્વારા અપાયેલી માહિતી મુજબ, રાણેકપર ગામમાં અગાઉ એક વીઘા દીઠ મળવાપાત્ર જૂનું વળતર 13.46 લાખ રૂપિયા થતું હતું. જે હવે MRC ના નવા નિયમ પ્રમાણે મળવાપાત્ર વળતર 72.81 લાખ રૂપિયા થશે. આમ, ખેડૂતોને મળતા વળતરમાં 5.40 ગણો વધારો થયો છે. તંત્રએ એવું જાહેર કર્યું છે કે MRC કમિટી દ્વારા લેવાયેલ આ નિર્ણય અને નક્કી થયેલ વળતરના ભાવો સંબંધિત તમામ ખેડૂતો સુધી પારદર્શક રીતે પહોંચે તે માટે તંત્ર દ્વારા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે. આ નિર્ણયને ધ્યાનમાં લઈ યોગ્ય વળતર માટે સચોટ અને સમયસર માહિતી મેળવવા ખેડૂતોને જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક સાધવા જણાવાયું છે. #Morbi #MorbiUpdate #MorbiNews #FarmersCompensation #MorbiDistrictAdministration #Ranekpar #Koyba #GujaratFarmers #AgricultureNews