કચ્છ યુનિવર્સિટીના પૂર્વ ઇ. કુલપતિ ડૉ. દર્શનાબેન ધોળકિયાએ રામાયણના વિવિધ પાત્રોના જીવન મૂલ્યો પર રસપ્રદ વક્તવ્ય આપ્યુંમોરબી અપડેટ : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે 20/8/2026 ના રોજ જ્ઞાનધારા અંતર્ગત 'રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો' વિષય પર એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા લેખિકા, કચ્છ યુનિવર્સિટીના પૂર્વ ઇ. કુલપતિ તેમજ ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષા ડૉ. દર્શનાબેન ધોળકિયા ભુજથી ખાસ વક્તવ્ય આપવા ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની ભૂમિકા તેમજ શાબ્દિક સ્વાગત ડૉ. રામ વારોતરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. વક્તા ડૉ. દર્શનાબેન ધોળકિયાએ રામાયણના રામ, સીતા, લક્ષ્મણ, ભરત, હનુમાન જેવા મુખ્ય પાત્રો તેમજ કૈકેયી, રાવણ, કુંભકર્ણ અને મારીચ જેવા પાત્રોના ઉચ્ચ મૂલ્યો અને ગહન ચરિત્રોનું રસપ્રદ વર્ણન કર્યું હતું. રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોના ઊંડા અભ્યાસ થકી તેમણે રજૂ કરેલા વિચારોથી ઉપસ્થિત વિદ્યાર્થીઓ, અધ્યાપકો તેમજ મોરબીના સાહિત્ય રસિકો રસતરબોળ બન્યા હતા.કાર્યક્રમની આભારવિધિ ડૉ. રેખાબેન કચોરીયાએ કરી હતી અને સમગ્ર સંચાલન ડૉ. કવિતાબા ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે પ્રિન્સિપાલ પ્રા. કે. આર. દંગી તથા સમગ્ર સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiNews #MorbiUpdates #UNMehtaCollege #Literature #Lecture #Ramayana #GujaratNews