શનાળા ખાતે પટેલ સમાજ વાડી ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય, મેયર, કમિશનરની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ મોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા કક્ષાના 77મા વન મહોત્સવનું આયોજન મોરબીના શનાળા ખાતે આવેલ પટેલ સમાજ વાડીમાં કરવામાં આવ્યું હતું. આ વન મહોત્સવમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મેયર ઉત્તમ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, દંડક જયેશભાઈ દેસાઈ, વિવિધ સમિતિના ચેરમેનો અને કમિશનર સંગીતા રૈયાણી તેમજ ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્યના નાયબ વન સંરક્ષક બી.એમ. પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે પ્રતીકાત્મક રૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, વન વિભાગ અને મોરબી મહાનગરપાલિકા મારફતે 77મા વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા અને શહેરની જનતાને વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરવા તેમણે અપીલ કરી હતી.મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય અને જિલ્લા કક્ષાના આયોજન મુજબ મોરબીમાં પણ સુંદર આયોજન કરાયું છે. આગામી વર્ષમાં અર્બન ફોરેસ્ટ નિમિત્તે 2.5 લાખ વૃક્ષો વાવવાનું આયોજન છે. ભડિયાદ ખાતે 6.5 એકર જમીનમાં 5 મિયાવાકી ફોરેસ્ટ તૈયાર કરવામાં આવશે. આ વૃક્ષારોપણની કામગીરી આગામી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. વધુમાં, આ પ્રોજેક્ટમાં 3 વર્ષ માટે મેન્ટેનન્સ (O&M) નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી મોરબીને એક ગાઢ અર્બન ફોરેસ્ટ અને મોટો ઓક્સિજન પાર્ક મળી શકે. અંતમાં કમિશનરે નગરજનોને 77મા વન મહોત્સવની શુભેચ્છાઓ પાઠવીને 'વૃક્ષો વાવો અને હરિયાળી પરત લાવો' નો સંદેશ આપ્યો હતો.#MorbiUpdate #Morbi #VanMahotsav #TreePlantation #EkPedMaaKeNaam #Environment #UrbanForest #MorbiNews #Gujarat