મૌલા ડો. સૈયદના આલિકાદર મુફદ્દલ સૈફુદ્દીનના મોરબી આગમન માટે મોલાએરાજા સાહેબની દરગાહે કરાઈ ખાસ દુઆમોરબી અપડેટ : દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) મોરબી પધારે તેવા મુબારક અવસરને લઈને સ્થાનિક દાઉદી વ્હોરા સમાજમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.આ મુબારક પ્રસંગ નિમિત્તે મોરબીના દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ, બહેનો, વડીલો તેમજ બાળકો મોટી સંખ્યામાં નાની બજાર ખાતે આવેલી સૈફી મસ્જિદથી એકત્ર થઈ પદયાત્રા સ્વરૂપે નીકળ્યા હતા. અકીદત અને ઈમાન સાથે જોડાયેલા સમાજના લોકો પદયાત્રા કરીને મોલાએરાજા સાહેબની દરગાહે પહોંચ્યા હતા.દરગાહ શરીફ ખાતે પહોંચીને શ્રદ્ધાળુઓ દ્વારા મૌલા મોરબી પધારે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. આ સાથે મોરબી શહેર તેમજ સમગ્ર દાઉદી વ્હોરા સમાજમાં અમન, સલામતી, ખુશહાલી, બરકત અને પરસ્પર ભાઈચારો કાયમ રહે તે માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દરગાહ શરીફ ખાતે ભક્તિ અને આધ્યાત્મિકતાનો માહોલ છવાઈ ગયો હતો.#Morbi #MorbiNews #MorbiUpdates #DawoodiBohra #SyednaMufaddalSaifuddin #Padayatra #BohraCommunity #GujaratNews