ગાંધીનગર: ગુજરાત રાજ્ય પોલીસ વડા કચેરી દ્વારા રાજ્યમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની પતિ-પત્નીના કિસ્સામાં કરેલી અરજીઓના આધારે આંતર જિલ્લા બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં આર્મ્ડ/અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, લોકરક્ષક, હેડ કોન્સ્ટેબલ અને ASI કક્ષાના કર્મચારીઓની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી બદલીના ઓર્ડર જારી કરાયા છે. આ હુકમ અન્વયે મોરબી જિલ્લામાંથી 4 પોલીસ કર્મચારીઓની અન્ય જિલ્લાઓમાં બદલી થઈ છે, જ્યારે અન્ય જિલ્લાઓમાંથી 6 પોલીસ કર્મચારીઓ બદલી પામીને મોરબી જિલ્લામાં મુકાયા છે.મોરબી જિલ્લામાંથી અન્યત્ર બદલી પામેલા કર્મચારીઓ:● મીનાબેન મનસુખભાઈ (APC - બ.નં. 1296): મોરબીથી ગાંધીનગર● પ્રિયા ઈશ્વરભાઈ (APC - બ.નં. 1384): મોરબીથી અમદાવાદ શહેર● વૈશાલીબેન મુકેશભાઈ (UASI - બ.નં. 700): મોરબીથી ભાવનગર● શોભનાબેન શામજીભાઈ (AHC - બ.નં. 1238): મોરબીથી રાજકોટ ગ્રામ્યમોરબી જિલ્લામાં બદલી પામીને આવેલા કર્મચારીઓ:● અસ્મિતાબેન પુનાભાઈ (ALR - બ.નં. 1667): સુરેન્દ્રનગરથી મોરબી● હૈરીશભાઈ કીરીટભાઈ (ULR - બ.નં. 2261): રાજકોટ શહેરથી મોરબી● મંજુબેન માલદેભાઈ (UPC - બ.નં. 703): પોરબંદરથી મોરબી● હેતલબેન કરમણભાઈ (UPC - બ.નં. 1127): ગીર સોમનાથથી મોરબી● પૂજાબા મહાવીરસિંહ (ULR - બ.નં. 2948): વડોદરા શહેરથી મોરબી● કાનાભાઈ હેલાભાઈ (ULR - બ.નં. 344): વડોદરા શહેરથી મોરબી#Morbi #MorbiNews #MorbiUpdate #GujaratPolice #PoliceTransfer #Gandhinagar #GujaratNews