તાલુકા પોલીસે બે અલગ-અલગ દરોડામાં રોકડા રૂપિયા 1,79,050 કબ્જે કર્યા મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે બે અલગ અલગ દરોડામાં તળાવિયા શનાળા ગામની સીમમાં સીરામીક ફેક્ટરી પાસે તેમજ ઘુંટુ ગામ પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા ગોળ કુંડાળું વળી જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા કુલ 15 આરોપીઓ રોકડા રૂપિયા 1,79,050 સાથે ઝડપાઇ ગયા હતા. પ્રથમ દરોડામાં જુગાર રમી રહેલા મોટાભાગના આરોપીઓ નજીકમાં આવેલ ફેકટરીમાં કામ કરતા હોવાનું સામે આવ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે ગઈકાલે રાત્રીના સમયે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના તળાવિયા શનાળા ગામની સીમમાં આવેલ સ્કોટલેન સીરામીક કારખાનાની બાજુમાં જુગાર રમાઈ રહ્યો છે.જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (1) નિલેશભાઇ સુરેશભાઇ સોલંકી ગામ. રાતાભેર, તા. હળવદ (2) કિશોરભાઇ મનસુખભાઇ ભટ્ટી રહે.સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી ગામ. રાતાભેર, તા. હળવદ (3) છોટુભાઇ અમરશીભાઇ મકવાણા રહે.બાથેરો સેનેટરીવેરની ઓરડીમાં, ગામ. મોરબી (4) દાતારામ સોનેલાલ કેવટ રહે.સ્કોટલેન કારખાનાની ઓરડીમાં, મૂળ રહે.ગામ. રાતાભેર (5) ગણેશભાઇ પર્વતભાઇ સાહુ રહે.સ્કોટલેન કારખાનાની ઓરડીમાં (6) કપીલભાઇ સંતરામભાઇ રાજપુત રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં,ગામ. તળાવીયા શનાળા (7) કૃષ્ણકુમાર ઉદયભાન અહીરવાલ રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં ગામ. તળાવીયા શનાળા (8) મહોમદ આશીક ઉર્ફે બબલુ હમીદખાન મન્સુરી રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં, ગામ. તળાવીયા શનાળા (9) રીન્કુકુમાર બનેંસીગ માલવી રહે.સ્કોટલેન કારખાનાની ઓરડીમાં ગામ. તળાવીયા શનાળા (10) રોહીતકુમાર શ્યામસુંદર ચમાર રહે.સ્કોટલેન કારખાનાની ઓરડીમાં ગામ. તળાવીયા શનાળા (11) રાકેશભાઇ રામસેવક નિશાદ રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં, તળાવીયા શનાળા અને આરોપી (12) ઇતરેન્દ્રસીંહ ઓમપ્રકાશ નિશાદ સ્કોટલેન કારખાનાની ઓરડીમાં,ગામ. તળાવીયા શનાળા નામના આરોપીઓ રોકડા રૂપિયા 1,52,300 સાથે તીનપતિનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ જતા મોરબી તાલુકા પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જયારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ઘુંટુ ગામ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (1) પ્રતાપભાઈ સવસીભાઈ દેલવાડીયા, રહે. આઈ.ટી.આઈ. ની પાછળ રૂષીભાઈના મકાનમાં ઘુંટુ મોરબી (2) અર્જુનભાઈ વિરમભાઈ કુંઢીયા રહે.ભીમસર,ઉમા ટાઉનશીપ સામે મોરબી અને આરોપી (3) મનસુખભાઈ નરશીભાઈ વાઘેલા રહે.આઈ.ટી.આઈ. ની સામે પાણીના ટાંકા પાછળ. ઘુંટુ,મોરબી વાળાઓને રોકડા રૂપિયા 26.750 સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.