મૂળ મધ્યપ્રદેશના બંને આરોપીઓને સરતાનપર રોડ પરથી ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી પકડી પડાયામોરબી અપડેટ : મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રંગપર રોડ પર આવેલ એબીસી કારખાના નજીક સત્યમ કાંટા પાસે ગત તારીખ 18 ના રોજ એક મજૂર પર જીવલેણ હુમલો થયો હતો. ફરિયાદી છૂટક મજૂરીએ જવા માટે પોતાના મિત્રની રાહ જોતા હતા ત્યારે બે શખ્સોએ તેમને ખોટી રીતે ગાળો આપી, ઢીકા-પાટુનો માર મારી અને છરી વડે છાતીના ડાબા ભાગે, ડાબા ખંભા અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યાનો પ્રયાસ કર્યો હતો.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023 ની કલમ 109(1), 352, 54 તથા જી.પી. એક્ટ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ માધ્યમ તથા હ્યુમન સોર્સની મદદથી ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓને સરતાનપર રોડ ઉપરથી ઝડપી પાડ્યા હતા.પકડાયેલા આરોપીઓની ઓળખ મુકેશ ગુલાબભાઈ ભુરીયા (હાલ રહે. સરતાનપર રોડ, મિલેનીયમ કારખાનાની લેબર કોલોની, મૂળ રહે. મધ્યપ્રદેશ) અને રીતેશ શેરસીંગ કનેશ (હાલ રહે. ઊંચી માંડલ ગામ, સેરોન કારખાનાની લેબર કોલોની રૂમ નં. 29, મૂળ રહે. મધ્યપ્રદેશ) તરીકે થઈ છે. હાલમાં પોલીસે ગુનાની આગળની તપાસ તજવીજ ચાલુ રાખી છે.આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એસ. સોંદરવા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એસ. તીવારી તથા સર્વેલન્સ સ્ટાફ અને જેતપર ઓ.પી.ના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiPolice #CrimeNews #Arrest #AttemptToMurder #MorbiCrime