કોસ્ટ એકાઉન્ટિંગ અને બિઝનેસ એકાઉન્ટિંગમાં બે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કક્ષાએ 100 માંથી 100 ગુણ મેળવી કોલેજનું ગૌરવ વધાર્યુંમોરબી અપડેટ : મોરબીની પી. જી. પટેલ કોલેજ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે. કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાના નેતૃત્વમાં અને આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ અનુભવી પ્રાધ્યાપકો દ્વારા અપાતા મૂલ્યલક્ષી શિક્ષણ થકી અનેક વિદ્યાર્થીઓએ પોતાની સફળ કારકિર્દીની કેડી કંડારી છે, ત્યારે પી. જી. પટેલ કોલેજની યશ કલગીમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલા B.Com Sem-4 (April-2026) ના પરિણામમાં પી. જી. પટેલ કોલેજની વિદ્યાર્થિની કુંભારવાડિયા નંદનીએ જ્વલંત દેખાવ કરતા સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સંસ્થાનું અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.આ સાથે જ કોમર્સ ફેકલ્ટીના મુખ્ય ગણાતા બંને વિષયો Cost Accounting અને Business Accounting માં કુંભારવાડિયા નંદની તથા ચાવડા પ્રફુલે યુનિવર્સિટી કક્ષાએ 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરી અતુલ્ય સિદ્ધિ હાંસલ કરી છે. વિદ્યાર્થીઓએ મેળવેલું આ ઉત્કૃષ્ટ પરિણામ એ નિષ્ણાત અને અનુભવી પ્રાધ્યાપકો દ્વારા અપાતા ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓની સખત મહેનતનું ઉત્તમ ઉદાહરણ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આવા શ્રેષ્ઠ પરિણામો આપવાની સાથે સાથે કોલેજમાં વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતર પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવે છે. જેના ભાગરૂપે CA ની તૈયારી માટે ઇન્ડિયાના નંબર 1 ક્લાસીસ JK Shah તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા GPSC માટે જ્ઞાનગંગા એજ્યુકેશન એકેડમી દ્વારા કોલેજમાં જ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આમ, ગ્રેજ્યુએશન કોર્સમાં ઉચ્ચ પરિણામની સાથે વિદ્યાર્થીઓનું પ્રોફેશનલ કારકિર્દી ઘડતર પણ કરવામાં આવી રહ્યું છે.વિદ્યાર્થીઓની આ અતુલ્ય અનેરી સિદ્ધિ બદલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફ દ્વારા બંને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.#Morbi #PGPatelCollege #BComResult #SaurashtraUniversity #EducationNews #MorbiUpdates #MorbiNews #GujaratEducation