MMC ની વેબસાઈટ તેમજ મોબાઈલ એપ્લિકેશન મારફતે ઘરે બેઠા ઓનલાઈન ભરી શકાશે પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાય વેરોમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 ના મિલકતવેરાની ચુકવણી પર મળવાપાત્ર રીબેટનો લાભ મેળવવાની અંતિમ તારીખ 30/09/2026 જાહેર કરવામાં આવી છે. જે મિલકતધારકોએ હજુ સુધી ચાલુ વર્ષનો મિલકતવેરો ભરપાઈ કર્યો નથી, તેઓને તાત્કાલિક વેરો ભરી રીબેટ યોજનાનો લાભ લેવા મહાપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.મિલકતવેરો સમયસર ભરપાઈ કરવાથી મહાનગરપાલિકાને શહેર તેમજ સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, ગટર વ્યવસ્થા, રસ્તા, સ્ટ્રીટલાઈટ તેમજ અન્ય પાયાની નાગરિક સુવિધાઓ વધુ સુદૃઢ રીતે પૂરી પાડવામાં મદદ મળશે. આ ઉપરાંત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોની મિલકતોનો પણ નિયમોનુસાર ગ્રેડ નક્કી કરવામાં આવેલ છે.કરદાતાઓની સરળતા માટે મહાપાલિકા દ્વારા ડિજિટલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નાગરિકો મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ [mmcgujarat.in/](mmcgujarat.in/) પરથી અથવા Play Store પર જઈ 'Morbi Municipal Corporation' સર્ચ કરી MMC ના લોગોવાળી એપ્લિકેશન ડાઉનલોડ કરીને પોતાનો મિલકત નંબર નાખી પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાય વેરો સરળતાથી ઓનલાઇન ભરી શકે છે. હાલ મોટી સંખ્યામાં નાગરિકો આ ઓનલાઇન સુવિધાનો લાભ લઈ રહ્યા છે.રીબેટ યોજનાનો લાભ મેળવવા માટે તા. 30/09/2026 અંતિમ તારીખ હોવાથી છેલ્લી ઘડીએ થતી ભીડ અને કોઈપણ પ્રકારની અસુવિધા ટાળવા માટે તમામ મિલકતધારકોને વહેલી તકે વેરો ભરપાઈ કરવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiMunicipalCorporation #MMC #PropertyTax #TaxRebate #MorbiUpdates #MorbiNews #GujaratNews