અઠવાડિયામાં 3 થી 4 વખત વાહનો ફસાઈ જતા હોવાની રાવ ઉઠી : વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોને નુકસાનીમોરબી અપડેટ : મોરબીનો લાતી પ્લોટ વિસ્તાર જાણે સમસ્યાઓનું કાયમી સરનામું બની ગયો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. કારણ કે એક સમસ્યાનો અંત આવે ત્યાં અન્ય સમસ્યા ઉભી થાય છે. આજે લાતી પ્લોટથી મુનનગર જવાના રસ્તે પરિમલ ઓઈલ મીલ પાસે એક ટ્રક રસ્તામાં ખૂંપી જવાની ઘટના સામે આવી છે.છેલ્લા 15 દિવસથી વરસાદ નથી કે રસ્તા પર ક્યાંય પાણી ભરાયું નથી, છતાં પણ ટ્રક ફસાઈ ગયો હતો. છેલ્લા 2 વર્ષથી ભૂગર્ભ ગટર અને પાણીની લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારથી અઠવાડિયામાં 3 થી 4 વખત કોઈને કોઈ શેરીમાં વાહનો ખૂંપી જવાની ઘટનાઓ બને છે.આ પ્રકારની અવારનવાર બનતી ઘટનાઓને કારણે વાહનોને નુકસાન થાય છે અને માલ-સામાન સમયસર પહોંચી ન શકતાં સ્થાનિક વેપારીઓ તેમજ ટ્રક માલિકોને ભારે આર્થિક નુકસાન સાથે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે યોગ્ય સમાધાન લાવવા માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #LatiPlot #MunnagarRoad #RoadIssues #DrainageWork #MorbiNews #CivicProblems