દિલ્હી સરાઈ રોહિલ્લા-રેવાડી સેક્શનમાં 6 કલાકના ટ્રાફિક બ્લોકને પગલે ટ્રેનો ડાયવર્ટ કરાઈ: મુસાફરોને નોંધ લેવા રેલવે તંત્રનો અનુરોધમોરબી અપડેટ: દિલ્હી સરાઈ રોહિલ્લા–રેવાડી રેલવે સેક્શન પર દિલ્હી સરાઈ રોહિલ્લા, પટેલ નગર, દિલ્હી કેન્ટ અને પાલમ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ કાર્યરત કરવા માટે 6 કલાકનો ટ્રાફિક બ્લોક લેવામાં આવનાર છે. જેના કારણે રાજકોટ ડિવિઝન સંબંધિત ઓખા-શકૂર બસ્તી સ્પેશિયલ ટ્રેનો નિયમિત રૂટના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે અને કેટલાક સ્ટેશનો પર તેના સ્ટોપેજ રહેશે નહીં.રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર રૂટ પરિવર્તનની વિગતો નીચે મુજબ છે: • ટ્રેન નંબર 09523 ઓખા–શકૂર બસ્તી સ્પેશિયલ: તારીખ 06 ઓક્ટોબર 2026 ના રોજ દોડનારી આ ટ્રેન પોતાના નિયમિત રૂટ રેવાડી–દિલ્હી કેન્ટ–પટેલ નગર–શકૂર બસ્તીના બદલે રેવાડી–ભિવાની–રોહતક–શકૂર બસ્તીના ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ફેરફારના કારણે ટ્રેન ગુરુગ્રામ સ્ટેશન પર ઊભી રહેશે નહીં. • ટ્રેન નંબર 09524 શકૂર બસ્તી–ઓખા સ્પેશિયલ: તારીખ 07 ઓક્ટોબર 2026 ના રોજ દોડનારી આ ટ્રેન શકૂર બસ્તી–પટેલ નગર–દિલ્હી કેન્ટ–રેવાડીના બદલે શકૂર બસ્તી–રોહતક–ભિવાની–રેવાડીના પરિવર્તિત રૂટ પરથી દોડશે. રૂટ ડાયવર્ટ થવાને લીધે આ ટ્રેનનો દિલ્હી કેન્ટ અને ગુરુગ્રામ સ્ટેશનો પર સ્ટોપેજ રહેશે નહીં.રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરવા અપીલ કરવામાં આવી છે.#Rajkot #Okha #MorbiUpdate #WesternRailway #IndianRailways #TrainDiversion #RailwayAlert #ShakurBasti #TrainUpdate