સ્વામી સચ્ચિદાનંદજીની પ્રેરણાથી કરાયું બહુમાન: માથક ગામના વતની નરેન્દ્ર રાવલના સંઘર્ષ, સાહસ અને સિદ્ધિને મહાનુભાવોએ બિરદાવીહળવદ (મોરબી અપડેટ) : રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાનમ્ - હળવદ તથા સરસ્વતી શિશુમંદિરના સંયુક્ત ઉપક્રમે હળવદ ખાતે ભવ્ય અને ગૌરવપૂર્ણ ‘બ્રહ્મરત્ન સન્માન સમારોહ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ, સેવા, સંસ્કાર અને સમાજ ગૌરવના સંદેશ સાથે યોજાયેલા આ સમારોહમાં હળવદ તાલુકાના માથક ગામના વતની અને ઉદ્યોગક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરનાર નરેન્દ્ર રાવલને સ્વામી સચ્ચિદાનંદજીની પ્રેરણાથી ‘હળવદ બ્રહ્મરત્ન’ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.સામાન્ય પરિવારમાંથી આવીને અનેક પડકારો અને સંઘર્ષોનો સામનો કરી ઉદ્યોગ જગતમાં વિશિષ્ટ સ્થાન મેળવનાર નરેન્દ્ર રાવલનું જીવન સાહસ, પરિશ્રમ, દૃઢ સંકલ્પ અને સંસ્કારનું ઉત્તમ પ્રેરણાસ્રોત બન્યું છે. પોતાના વતન હળવદનું નામ ગુજરાત સહિત દેશભરના ઉદ્યોગક્ષેત્રે રોશન કરવા બદલ તેમનું સન્માન સમગ્ર હળવદ પંથક માટે ગૌરવની ક્ષણ બની રહી હતી. કાર્યક્રમ દરમિયાન ‘વિદ્યા એ જ પ્રકાશ છે, સેવા એ જ ઉપાસના છે અને સંસ્કાર એ જ જીવનની શોભા છે’ ના વિચાર સાથે શિક્ષણ, સંસ્કાર અને સેવાભાવના મૂલ્યોને વધુ સુદ્રઢ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.આ ગૌરવશાળી પ્રસંગે સંતો-મહંતો, જનપ્રતિનિધિઓ, સામાજિક-શૈક્ષણિક આગેવાનો તેમજ વિવિધ સમાજના પ્રબુદ્ધજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આયોજક સંસ્થા રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાનમ્ તથા સરસ્વતી શિશુમંદિર પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ સંતો, મહાનુભાવો અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #Halvad #BrahmratnaSanman #NarendraRaval #HalvadBrahmratna #SwamiSachchidanand #SaraswatiShishumandir #HalvadNews #MorbiNews #GujaratNews