મોરબી અપડેટ : મોરબીમાં દલવાડી સર્કલ પાસે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં રોડ પર પડેલા ખાડાના કારણે આજે રાત્રીના સમયે એક ટ્રક ફસાયો છે. જેના કારણે ભારે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ છે. આ ઉપરાંત અહીં ગંદા પાણીનો ભરાવો રહેવાની પણ સમસ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેને લઈ અહીંથી પસાર થતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. #Morbi #MorbiUpdate #DalwadiCircle #MorbiTraffic #MorbiNews #RoadProblem #GujaratNews