'ટીબી મુક્ત ભારત અભિયાન' અંતર્ગત જરૂરિયાતમંદ દર્દીઓને રાશન કીટ આપી માનવીય અભિગમ દાખવ્યોમોરબી અપડેટ : 'ટીબી મુક્ત ભારત અભિયાન' અંતર્ગત ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને નિયમિત દવાની સાથે પૂરતો પોષણયુક્ત ખોરાક મળી રહે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ શકે તેવા ઉમદા આશય સાથે વિવિધ સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહી છે. જે અંતર્ગત મોરબીની સેવાભાવી સંસ્થા રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે 5 જરૂરિયાતમંદ દર્દીઓને પોષણયુક્ત રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.મોરબી સ્થિત રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા હંમેશા અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જેના ભાગરૂપે ક્લબના સભ્યોએ મોરબીની ટીબી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને અત્યંત જરૂરિયાતમંદ 5 દર્દીઓને દરરોજ પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુથી પોષણ કીટ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રેસિડન્ટ હુઝેફાભાઈ લાકડાવાલા, અમિતભાઈ પટેલ, સોનલબેન તથા અશોકભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા અને માનવીય અભિગમ દાખવી દર્દીઓને કીટ વિતરણ કર્યું હતું.આ સમગ્ર સેવા કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણા, ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી તેમજ હેલ્થ વિઝીટર કલ્પેશભાઈ પાટડિયાએ ભારે જહેમત ઉઠાવી હતી.#MorbiUpdate #Morbi #RotaryClubOfMorbi #TBMuktBharat #NutritionKit #HealthCare #MorbiNews #SocialService #GujaratNews