મુખ્ય માર્ગ પર કચરાના ઢગલા છતાં યોગ્ય સફાઈ ન થતી હોવાના આક્ષેપ મોરબી અપડેટ: મોરબીના વ્યસ્ત એવા શનાળા રોડ પર આવેલા નવા બસ સ્ટેન્ડ સામે છેલ્લા 3 દિવસથી કચરાના ઢગલા ખડકાયેલા હોવા છતાં યોગ્ય સફાઈ ન થતી હોવાથી સ્થાનિક વેપારીઓ તેમજ રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મુખ્ય માર્ગ પર જાહેરમાં પડેલા કચરા અને ગંદકી તરફ સફાઈ કર્મચારીઓનું ધ્યાન જતું ન હોય તેમ બરોબર સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે આસપાસમાં દુર્ગંધ ફેલાવાની સાથે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે મહાપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કચરાનો નિકાલ કરી નિયમિત સફાઈ વ્યવસ્થા જાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #ShanalaRoad #NewBusStand #SanitationIssue #GarbageProblem #Cleanliness #MorbiMunicipalCorporation #MorbiNews #GujaratNews