મોરબી: મોરબી સીટી બી ડીવીઝન પોલીસે દેશી દારૂના વેચાણના ગુનામાં સંડોવાયેલા દિનેશભાઈ બાબુભાઈ ચૌહાણ (રહે. મોરબી - 2, બૌદ્ધનગર, મફતીયાપરા, નઝરબાગ રેલ્વે સ્ટેશન સામે) સામે હદપારી દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્ત પ્રાંત અધિકારી અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ મોરબીને મોકલી આપવામાં આવી હતી. જેના આધારે આરોપીને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, રાજકોટ રૂરલ, કચ્છ-ભુજ, અને જામનગર જિલ્લાની હદમાંથી 6 માસ માટે હદપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. હુકમ થતાં જ આરોપીને મોરબી જિલ્લામાંથી હદપાર કરી દેવામાં આવ્યો છે.#MorbiUpdate #MorbiNews #MorbiPolice #CrimeNews #Prohibition #GujaratPolice #Hadpari #Morbi