અજીતગઢ નજીક ગત મધરાત્રે રેડ કરી વધુ 2 ડમ્પર ઝડપી લેવામાં આવ્યામોરબી અપડેટ (હળવદ) : હળવદ ઘુડખર અભયારણ્ય નજીક ચાલતા ગેરકાયદે રેતી ચોરીના કારોબાર પર વન વિભાગે લાલ આંખ કરી છે. મધરાત્રી દરમિયાન વન વિભાગ હળવદને બાતમી મળતા રણ વિસ્તાર નજીક અજીતગઢના અભયારણ્ય વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન રેતી ખનન માટે આવેલા 2 ડમ્પરને વન વિભાગ દ્વારા ઝડપી પાડી કબજે લેવામાં આવ્યા છે.રણ વિસ્તારમાં ચાલતા ગેરકાયદે માટી અને રેતી ખનન પર લગામ કસવા વન વિભાગ દ્વારા વાહનો કબજે કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષક બી.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ તથા આર.એફ.ઓ. બી.એમ. ડાભીની આગેવાનીમાં છેલ્લા બે મહિનામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 9 ટ્રેક્ટર, 3 ડમ્પર, 1 હીટાચી મશીન, 1 જે.સી.બી. મશીન, 1 બોલેરો કેમ્પર તથા 1 બાઇક મળી કુલ 16 મોટા વાહનો કબજે કરવામાં આવ્યા છે.હળવદ અભયારણ્ય વિસ્તારની નજીકના ગામોમાંથી પકડાયેલ વાહનોની વિગત જોઈએ તો, એજાર ગામ પાસેથી 1 હીટાચી મશીન અને 5 ટ્રેક્ટર ઝડપાયા છે. જ્યારે ટીકર પાસેથી 1 જે.સી.બી. મશીન, 1 ડમ્પર અને 1 બોલેરો કેમ્પર કબજે કરાયું છે. આ ઉપરાંત માલણીયાદ ગામ પાસેથી 4 ટ્રેક્ટર અને 1 બાઇક, તેમજ અજીતગઢ પાસેથી 2 ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે.ઉપર મુજબના કુલ 16 વાહનો કબજે કરી હળવદ ફોરેસ્ટ કોલોની ખાતે રાખવામાં આવ્યા છે. વન વિભાગની આ સઘન કામગીરીમાં કનકસિંહ પરમાર (ફોરેસ્ટર - ટીકર), સંજયભાઈ ઠાકોર (ફોરેસ્ટર - માલણીયાદ), નયનભાઈ સામતિયા (વન રક્ષક - ટીકર), વરજાંગભાઈ કાંકરીયા (વન રક્ષક - ઘાંટીલા), સંજયભાઈ ડાંગર (વન રક્ષક - રણમલપુર), દિપકભાઈ વાઘેલા (વન રક્ષક - અજીતગઢ) અને મયુરભાઈ વરમોરા (વન રક્ષક - દહીસરા) વગેરે સ્ટાફ રોકાયો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #Halvad #ForestDepartment #SandMafia #CrimeNews #GhudkharSanctuary #IllegalMining #Action