ક્રાઈમ બ્રાન્ચની ટીમે વાંકાનેરમાં થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યોમોરબી : મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે રવિરાજ ચોકડી પાસેથી શંકાસ્પદ રીતે બાઈક લઈને પસાર થતા આરોપીને ઝડપી લઈ આગવી ઢબે પૂછપરછ કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ બાઈક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી આરોપીને 50 હજારની કિંમતના બાઈક સાથે ઝડપી લઈ વાંકાનેર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે રવિરાજ ચોકડી નજીક વોચ ગોઠવી શંકાસ્પદ બાઈક લઈને નીકળેલા આરોપી અસગર રમઝાનભાઈ મોવર રહે.કાજરડા તા.માળીયા વાળાને અટકાવી બાઈકના કાગળો માંગતા આરોપીએ ગલ્લાતલ્લા કરતા પોકેટ કોપ એપ મારફતે બાઇકની વિગતો ચકસતા આ બાઈક વાંકાનેર તાલુકા પોલીસ વિસ્તારમાંથી ચોરી થયું હોવાનું સામે આવ્યું હતું જેથી રૂ.50 હજારના બાઈક સાથે આરોપીને અટકાયતમાં લઈ વાંકાનેર તાલુકા પોલીસને સોપી આપવા કાર્યવાહી કરી હતી.ઉલ્લેખનીય છે કે, ક્રાઈમબ્રાન્ચની ટીમે દબોચી લીધેલ આરોપી અસગર મોવર વિરુદ્ધ મોરબી શહેર - જિલ્લામાં પ્રોહીબિશન, મારામારી સહિતના 13 જેટલા ગુન્હા નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.