ધોરણ 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને નિષ્ણાતો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઉજ્જવળ ભવિષ્ય અંગે સચોટ માર્ગદર્શન અપાયુંમોરબી અપડેટ : વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સાચી તેમજ યોગ્ય કારકિર્દીની પસંદગી માટે સતવારા સમાજ સંગઠન – મોરબી દ્વારા એક વિશેષ અને ભવ્ય કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનાર 15/08/2026, શનિવારના રોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાત્રે 9:30 કલાકે સતવારા સમાજ વાડી, પંચાસર ચોકડી, મોરબી ખાતે યોજાયો હતો. જેમાં શિક્ષણ અને વહીવટી ક્ષેત્રના અનુભવી તજજ્ઞોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને યોગ્ય દિશા બતાવી હતી.વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શનકાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી ઘડતર માટે ઉપયોગી પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું: • ડો. અભયભાઈ વી. નકુમ (B.E., M.E., Ph.D. / GPSC Class 2 ઓફિસર અને પ્રોફેસર, ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ - જામનગર) • ડો. મયુરભાઈ પી. સોનગરા (Ph.D. in Agriculture / GPSC Class 2 ઓફિસર, ખેતી અધિકારી તથા ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટર, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) - દેવભૂમિ દ્વારકા) • કૈલાસભાઈ એન. કણઝારીયા (M.Pharm, LL.B / સંચાલક - સતવારા સ્પર્ધાત્મક પરીક્ષા સ્ટડી સેન્ટર, જામ ખંભાળિયા) • ડો. લક્ષ્મણભાઈ એમ. સોનગરા (M.A., Ph.D. / પૂર્વ પ્રિન્સિપાલ, યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ - મોરબી)સેમિનારના મુખ્ય મુદ્દાઓ અને માર્ગદર્શન • સ્પર્ધાત્મક પરીક્ષા અને સરકારી સેવાઓ: SPIPA મોરબી જિલ્લાના પૂર્વ કો-ઓર્ડિનેટર તેમજ સરકારી સેવામાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા GPSC સહિતની સરકારી નોકરીની તૈયારીઓ અંગે સચોટ માહિતી આપવામાં આવી. • શિક્ષણ પછીના વિકલ્પો: ધોરણ 10 અને 12 પછી કયો પ્રવાહ પસંદ કરવો તેમજ કોલેજ (ગ્રેજ્યુએશન / પોસ્ટ ગ્રેજ્યુએશન) પછી રોજગારીના શ્રેષ્ઠ વિકલ્પો કયા છે તેની ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી. • જિલ્લા બહારના નિષ્ણાતોની ઉપસ્થિતિ: જામખંભાળિયા અને જામનગરના શિક્ષણવિદોએ હાજરી આપી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક યુગમાં સફળ થવાના મંત્રો આપ્યા.આ કાર્યક્રમમાં સતવારા સમાજના શિક્ષકગણ, ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, અભ્યાસ પૂર્ણ કરનાર યુવાનો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સેમિનારનો લાભ લીધો હતો.#Morbi #MorbiNews #MorbiUpdates #SatvaraSamaj #CareerGuidance #EducationSeminar #CareerCounselling #GPSC