મોરબી તાલુકા પોલીસની કાર્યવાહી : રૂ.1,34,200 ની રોકડ જપ્ત કરાઈમોરબી અપડેટ : મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સીમમાં આવેલ ખાખરાવાળી મેલડી માતાજીના મંદિરે જવાના કાચા રસ્તે જાહેર રોડ ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા 9 શખ્સોને પોલીસે ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એસ. ઘેટીયાની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન મળેલી બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન પોલીસે જુગારીઓ પાસેથી કુલ રોકડ રૂ. 1,34,200 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ રેડમાં પકડાયેલા આરોપીઓમાં રોહિતભાઈ કાંતીભાઈ સરવૈયા (રહે. સેન્ટ મેરી સ્કુલ પાસે), રફીકભાઈ નુરમામદભાઈ જામ (રહે. લક્ષ્મીનગર), ગોપાલભાઈ મોમભાઈ બાબુથર (રહે. લાયન્સનગર), મહેશભાઈ સામંતભાઈ વિંઝવાડીયા (રહે. કારીયા સોસાયટી), ભરતભાઈ બાબુભાઈ ચાવડા (રહે. નગરદરવાજા), પનીવેલ કૃપાસ્વામી આદિદ્રવીડન (રહે. રણછોડનગર), સતીષભાઈ ઉર્ફે સતાભાઈ બેચરભાઈ રાવા (રહે. ફુલછાબ સોસાયટી), સંજયભાઈ ચંદુભાઈ પરેસા (રહે. સેન્ટમેરી સ્કુલ પાસે) અને ગોપાલભાઈ લખાભાઈ જાદવ (રહે. રણછોડનગર) નો સમાવેશ થાય છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #GamblingRaid #GujaratPolice #CrimeNews #MorbiCrime #GolKhijadiya