આરએસએસ પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસીયાની પ્રેરક ઉપસ્થિતિ: વક્તાઓનું સ્મૃતિચિહ્ન અને પુસ્તક આપી સન્માન કરાયુંમોરબી અપડેટ : યુવા વક્તાઓને પોતાના મૌલિક વિચારો સમાજ સમક્ષ વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ અવસર પૂરો પાડવાના શુભ ઉદ્દેશ્યથી ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા 'યુવા મંચ' કાર્યક્રમનું ભવ્ય આયોજન સંસ્કાર બ્લડ બેંક હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ બૌદ્ધિક અને પ્રેરણાદાયી કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસીયા ઉપસ્થિત રહ્યા હતા અને આયોજકોના વિચાર તેમજ વક્તાઓની પ્રસ્તુતિને બિરદાવી હતી.ઉપસ્થિત પ્રબુદ્ધજનો અને યુવાનોને માર્ગદર્શન આપતા ડો. જયંતિભાઈ ભાડેસીયાએ જણાવ્યું હતું કે, 'ક્યારેય પોતાના મૂળ ન ભૂલો. આપણે ક્યાંથી આવ્યા છીએ અને આપણી સંસ્કૃતિ શું છે તે હંમેશા યાદ રાખવું જોઈએ. જીવનભર વિદ્યાર્થી બનીને રહો કારણ કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી. જે દિવસે શીખવાનું બંધ થઈ જશે તે દિવસે આપણો માનસિક વિકાસ અટકી જશે. તમે જે પણ ક્ષેત્રમાં હોવ તેમાં મગજ, હૃદય અને હાથ એટલે કે સંપૂર્ણ બુદ્ધિ, ભાવના અને પરિશ્રમ લગાવીને સમર્પણભાવથી કાર્ય કરો.'આ કાર્યક્રમમાં CA, MBBS, BTech તેમજ શિક્ષણ સહિતના વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા યુવા વક્તાઓ વિસ્મય ત્રિવેદી, રાહુલ જીંજુવાડિયા, દિશા ધામેચા, બંસી મીરાણી, ભવ્ય બોપલિયા, વિધિ પંડ્યા, અંશ ચાવડા, અવની વાઢેર, જીજ્ઞેશ બારૈયા, મુગ્ધરાજસિંહ ઝાલા, દિશા સુરાણી તેમજ કાવ્યન કાલરીયાએ પોતાની આગવી શૈલીમાં સાંપ્રત વિષયો પર મનનીય વક્તવ્યો રજૂ કર્યા હતા. તમામ વક્તાઓનું સન્માન સ્મૃતિચિહ્ન અને પુસ્તક અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સફળ સંચાલન તીર્થ ત્રિવેદી અને રવિભાઈ ઝાલાએ કર્યું હતું. આ આયોજનને સફળ બનાવવા ભારતીય વિચાર મંચના અધ્યક્ષ દિલીપભાઈ સુરાણી, મંત્રી પાર્થભાઈ શેરશિયા, ઉપાધ્યક્ષ જશવંતભાઈ મીરાણી, સહમંત્રી શૈલેષભાઈ કાલરીયા, મિલનભાઈ પૈડા, ચિરાગભાઈ આદ્રોજા, મનીષભાઈ જાની, ઉમેશભાઈ પટેલ, જય પંડ્યા, રવીન્દ્રભાઈ ત્રિવેદી તેમજ ડો. સુનિલ સંઘાણી સહિતના આગેવાનો-કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન તીર્થ ત્રિવેદી અને રવિભાઈ ઝાલાએ કર્યું હતું તેમજ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રબુદ્ધ જનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને બિરદાવ્યો હતો.#Morbi #MorbiUpdate #BharatiyaVicharManch #YuvaManch #RSS #DrJayantibhaiBhadesia #YouthSpeakers #SanskarBloodBank #MorbiEvents #MorbiNews #GujaratNews